ગઇકાલે રાત્રે સુરત મહાનગર ખાતે યશવી નવરાત્રિમાં ઉપસ્થિત રહી મા આદ્યશક્તિને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. આ નવરાત્રિમાં ગરબાની સાથે સાથે યશવી નવરાત્રિનાં આયોજકોએ કેન્સરનાં દર્દીઓની સારવાર માટે સહાયનો યજ્ઞ પણ પ્રજ્વલિત કર્યો છે. ઉત્સવને સેવામાં પરિવર્તિત કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા.