એક સમય હતો જ્યારે આખી દુનિયા ભારતને ‘ફ્રેજાઈલ ફાઈવ’ અને ‘પોલિસી પેરાલિસિસ’ જેવા શબ્દોની મદદથી સંબોધતી હતી અને આજે એક સમય એવો છે જ્યારે આખી દુનિયા ભારતને નતમસ્તક થાય છે, ભારતને અનુસરે છે… આજે ભારતનો સમાવેશ વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં થાય છે. આપણાં પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વિશ્વનાં સર્વાધિક લોકપ્રિય નેતા છે !!!!
વૈશ્વિક કક્ષાએ આવું મજબૂત સ્થાન આ પહેલા ભારતને ક્યારેય મળ્યું ન્હોતું !!!
મોદી હૈ તો મુમકિન હૈ…
વીતેલા દસ વર્ષમાં વિશ્વએ બે મોટા યુદ્ધ જોયા, કોરોના જેવી વૈશ્વિક મહામારીનો સામનો કર્યો-આવા વૈશ્વિક સંકટો વચ્ચે પણ ભારતમાં મોંઘવારી કાબૂમાં રહી અને ભારતીય નાગરિકો પર એનો બોજ પડ્યો નહીં…
મોદી હૈ તો મુમકિન હૈ…
ડિજીટલ ભારતનો પાયો નંખાયો ત્યારે કોંગ્રેસે ખૂબ ઉહાપોહ કર્યો હતો પણ આજે ભારતની ડિજીટલ પેમેન્ટથી માંડી ડિજીટલી પૂરી પાડવામાં આવતી સરકારી મદદની સમગ્ર વિશ્વમાં ચર્ચા અને પ્રશંસા બંને થઇ રહી છે. આજે વિશ્વનાં અન્ય દેશો ભારતની યુ.પી.આઇ પેમેન્ટ સિસ્ટમને અપનાવી રહ્યા છે.
મોદી હૈ તો મુમકિન હૈ…
“સબકા સાથ સબકા વિકાસ“ સૂત્રને અનુસરી કોરોનાનાં સમયે ભારતે સમગ્ર વિશ્વને વેક્સિન પૂરી પાડી. આજે ભારત ફાર્મસી ઓફ વર્લ્ડ તરીકે ઓળખાય છે. આજે આખું વિશ્વ કહે છે કે-ભારતે તૈયાર કરેલી વેક્સિને આખા વિશ્વને કોરોનામાંથી ઉગાર્યું છે.
મોદી હૈ તો મુમકિન હૈ….
આજે ભારત વિશ્વની મહાસત્તા બની રહ્યું છે….
કારણ કે મોદી હૈ તો મુમકિન હૈ…