Blog Footer
28 February, 2025

મોદી સરકારની નીતિઓ, મોદી સરકારનાં પ્રયાસોએ માત્ર અર્થતંત્રને જ સ્થિર રાખવાનું કામ નથી કર્યું-પણ રોકાણકારોનો વિશ્વાસ પણ વધાર્યો છે અને જેને કારણે ભારતનાં આર્થિક વિકાસને પણ ગતિ પ્રાપ્ત થઇ.

ફૂગાવો એ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય રહ્યો છે, વિશ્વનાં ઘણાં દેશો ફૂગાવાને નિયંત્રણમાં રાખવા સંઘર્ષ કરી રહ્યા છે-પણ મોદી સરકારે એમની અસરકારક નીતિઓની મદદથી ફૂગાવાને સ્થિર કર્યો છે.

2014માં મોદી સરકાર સત્તા પર આવી ત્યારે ભારતનો ફૂગાવાનો દર લગભગ 8.33% હતો, જે RBIનાં 2-6% ટોલરન્સ બેન્ડ કરતા ઘણો વધારે હતો. એ પછી મોદી સરકારે શાસન સંભાળ્યું, મોદી સરકારની અસરકારક નીતિઓએ સૌથી પહેલું કામ ફૂગાવાને સ્થિર કરવાનું કર્યું અને એ પછી મોદી સરકારનાં શાસન દરમિયાન ફૂગાવો આ બેન્ડ 6-7ની અંદર જ રહ્યો છે.

ભારે અવરોધો, વૈશ્વિક કટોકટી, સપ્લાય ચેઇન બ્રેક ડાઉન અને બેઝીક વસ્તુઓનાં વૈશ્વિક ભાવોને અસર કરતા ભૌગોલિક રાજકીય તણાવોની વચ્ચે પણ 2014-14 થી 2023-24 નવેમ્બર સુધી સરેરાશ ફૂગાવો માત્ર 5.1% હતો, જે કોંગ્રેસનાં શાસનનાં દસ વર્ષ (2004-2014) દરમિયાન 8.2% એટલે કે ઘણો વધારે હતો. મોદી સરકારનાં સમય દરમિયાન આર્થિક સ્થિરતા જળવાઇ-જે મોદી સરકારની અસરકારક નીતિઓની અસરકારતાનું જ સર્વોત્તમ ઉદાહરણ છે !!

મોદી સરકારની નીતિઓ, મોદી સરકારનાં પ્રયાસોએ માત્ર અર્થતંત્રને જ સ્થિર રાખવાનું કામ નથી કર્યું-પણ રોકાણકારોનો વિશ્વાસ પણ વધાર્યો છે અને જેને કારણે ભારતનાં આર્થિક વિકાસને પણ ગતિ પ્રાપ્ત થઇ.

કોંગ્રેસનાં સમયની વાત કરીએ તો એમનાં કાર્યકાળમાં મોંઘવારીનો દર ઊંચો હતો. એમની પાસે પણ અસરકારક નીતિઓ મૂકવાની તક હતી-પણ પ્રજાનાં કલ્યાણ અર્થે કાર્યો કરવામાં નિષ્ફળ ગયેલી કોંગ્રેસ સરકાર આ તક ચૂકી ગઇ અને ફૂગાવાને નિયંત્રિત કરવામાં સદંતર નિષ્ફળ ગઇ.

વીતેલા વર્ષોમાં દુનિયાએ બે મોટા યુદ્ધ જોયા, કોરોના જેવી મહામારીનો સામનો કર્યો-આવી વૈશ્વિક કટોકટી વચ્ચે પણ મોદી સરકાર દેશમાં મોંઘવારીને નિયંત્રણમાં રાખી શકી-એટલું જ નહીં પણ નાગરિકો પર એનો બોજ પણ ના પડવા દીધો !!

મોદી સરકારનો પ્રયાસ સામાન્ય નાગરિકોનાં હાથમાં બચત વધારવાનો રહ્યો-આ પહેલા ભારતમાં 2 લાખ રૂપિયાથી વધુની આવક પર ટેક્સ લાગતો હતો, આજે ભારતમાં 7 લાખ રૂપિયાની આવક સુધી કોઇ ટેક્સ નથી. કરમુક્તિ અને સુધારાઓને કારણે ભારતીય કરદાતાઓ છેલ્લા 10 વર્ષમાં આશરે 2.5 લાખ કરોડની બચત કરી શક્યા છે.

વૈશ્વિક કટોકટીની વચ્ચે ભારતે જે રીતે મોંઘવારીને નિયંત્રણમાં રાખી એની પ્રશંસા આખું વિશ્વ કરી રહ્યું છે. આજે ભારત વિશ્વનું પાંચમું મોટું અર્થતંત્ર બની ચૂક્યું છે-હવે મોદી સરકારની અસરકારક નીતિઓને પગલે ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની જશે-એ ‘મોદી ગેરંટી’ છે અને મોદી જે બોલે છે એ કરીને બતાવે છે !!

ઇતિહાસ એ વાતનો સાક્ષી રહ્યો છે કે જ્યારે-જ્યારે કોંગ્રેસ સત્તા પર આવે છે, ત્યારે-ત્યારે એ મોંઘવારીને પણ સાથે લઇ આવે છે. નેહરૂ દર વખતે એવું કહેતા રહ્યા કે-‘મોંઘવારી કાબૂમાં નથી આવી રહી-દેશ જ્યારે પ્રગતિ કરે છે ત્યારે મોંઘવારી પણ અમુક અંશે વધે છે!’ કોંગ્રેસની આ વાતને મોદીએ ખોટી સાબિત કરી બતાવી છે-અનેક વૈશ્વિક પડકારો વચ્ચે, વિકાસની તેજ રફ્તાર વચ્ચે મોદીએ મોંઘવારીને પણ નિયંત્રણમાં રાખી અને ફૂગાવાને પણ સ્થિર કરી બતાવ્યો…!

મોદી હૈ તો મુમકિન હૈ !!!

#ModiKiGuarantee
#ModiHaiToMumkinHai