Blog Footer
19 February, 2025

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધિવેશન બાદ એક નવી ઉર્જા, નવા જોશનો સંચાર થયો છે

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધિવેશન બાદ એક નવી ઉર્જા, નવા જોશનો સંચાર થયો છે અને ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા એક નવા જ આત્મવિશ્વાસ સાથે આવનારા 100 દિવસો દરમિયાન નવો ઇતિહાસ સર્જવા તૈયાર છે !

 

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. 2014 પહેલા માત્ર 5 રાજ્યોમાં ભાજપાની સરકાર હતી, આજે 17 રાજ્યોમાં એનડીએની સરકાર અને 12 રાજ્યોમાં ભાજપાની સરકાર છે-આ મોદીની લોકપ્રિયતા છે. માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં પણ સમગ્ર વિશ્વને એમનાં મોદી પર ભરોસો છે. આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને 2024 ઓગસ્ટ, સપ્ટેમ્બર માટે વિશ્વભરમાંથી આમંત્રણો મળી રહ્યા છે-જેનો સાફ અર્થ એવો છે કે-આખું વિશ્વ પણ એવું જ માની રહ્યું છે કે-આવશે તો એમનાં મોદીજી જ !

વીતેલા 7 દાયકાઓમાં આપણે અનેક સંઘર્ષો જોયા, ઇમરજન્સી જોઇ પણ મોદીનો દાયકો અનેક સિદ્ધિઓથી સભર રહ્યો છે. એમણે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવી 5 સદીની પ્રતિક્ષાનો અંત આણ્યો, એમણે 7 દાયકા પછી દેશને કલમ 370માંથી આઝાદી અપાવી, એમની દિર્ઘદ્રષ્ટિએ 3 દાયકા પછી દેશને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપી, એમનાં કારણે વન રેન્ક-વન પેન્શનની માંગ 4 દાયકા પછી પૂર્ણ થઇ, એમનાં કારણે 3 દાયકા પછી મહિલાઓને લોકસભા અને રાજ્યસભામાં અનામત મળી અને એમનાં કારણે જ હવે વિકસિત ભારતનું સ્વપ્ન પણ સાકાર થવાનું છે.

રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કહ્યું કે-હું સત્તા ભોગવવા ત્રીજી ટર્મ નથી માંગી રહ્યો, હું ગરીબ બાળકોનાં ભવિષ્ય માટે જીવું છું, કરોડો મહિલાઓ, ગરીબો, યુવાનોનાં સ્વપ્નો એ મોદીનો સંકલ્પ છે-અને આવું માત્ર મોદી જ નથી કહેતા, દુનિયાભરનાં મિડીયા પણ કહે છે. હમણાં જ બ્રિટીશ મિડીયા ધ ગાર્ડિયનએ પ્રકાશિત કરેલા એક અહેવાલમાં નરેન્દ્ર મોદીનાં સતત ત્રીજા કાર્યકાળની આગાહી કરતા લખ્યું છે કે-પી.એમ મોદીની ત્રીજી ટર્મ ભારત માટે અનિવાર્ય છે અને એટલા માટે ‘આવશે તો મોદી જ !’

#BJPNationalCouncil2024
#MyPMMyPride