આપણાં નૌકાદળનાં 8 પૂર્વ જવાનો મા ભારતની ભોમ પર હેમખેમ પાછા ફર્યા… !!
એમને એવો વિશ્વાસ હતો કે અમારા મોદી અમને કંઇ નહીં થવા દે…
એમનો વિશ્વાસ સાચો પડ્યો, એમનાં મોદીએ એમને કંઇ જ નહીં થવા દીધું અને જેમને કતારમાં ફાંસીની સજા ફરમાવી દેવાઇ હતી એ આપણાં નૌકાદળનાં 8 પૂર્વ જવાનો મા ભારતની ભોમ પર હેમખેમ પાછા ફર્યા… !! માતૃભૂમિને વંદન કરી આ સૈનિકોએ સૌથી પહેલી એક જ વાત કહી-મોદી હૈ તો હી મુમકિન હૈ…
ઓક્ટોબર 2022માં કતાર પોલીસે આપણાં નૌકાદળનાં પૂર્વ જવાનોની ધરપકડ કરેલી. આપણાં સૈનિકોને બચવા માટે પૂરતો સમય ન મળે એ માટે કેસ પણ ઝડપથી ચલાવાયેલો અને ફાંસીની સજા ફરમાવી દેવાયેલી. આપણે સૌ કતારનાં કાયદાઓ વિશે જાણીએ છીએ. આપણાં જવાનોને કતારમાં ફાંસી અપાશે એ વાતથી આખો દેશ ભયથી થરથરી રહ્યો હતો પણ કતારમાં બેઠેલા એ 8 જવાનોને મોદી પર, મોદીની ગેરંટી પર ભરોસો હતો.
આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે COP28 સમિટમાં અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરી, આ મુદ્દે ચર્ચા કરી અને એનું પરિણામ આજે આપણી સામે છે. ફાંસીની રજા રદ કરાઇ અને આપણાં જવાનોને ભારતની ધરતી પર સન્માન સાથે પરત મોકલાયા.
આવું પહેલીવાર નથી થયું. 27મી ફેબ્રુઆરી 2019માં આપણાં પાયલોટ અભિનંદનનું વિમાન પાકિસ્તાનની ધરતી પર તૂટી પડ્યું, આપણો સૈનિક આપણાં દુશ્મન દેશનાં કબ્જામાં હતો અને દુશ્મન દેશ એને કેવી યાતનાઓ આપશે એ વિચાર માત્રથી સૌ કોઇ ધ્રુજી રહ્યા હતા ત્યારે માત્ર 24 કલાકમાં મોદી અભિનંદનને ભારતની ધરતી પર પાછા લઇ આવેલા, પાકિસ્તાન એને એક નાનકડી ઇજા પણ ન્હોતું પહોંચાડી શકેલું અને આખું વિશ્વ દંગ રહી ગયેલું… મોદી હૈ તો મુમકિન હૈ….
આપણાં ભારતનાં વિદ્યાર્થીઓ કે ભારતીયો વિદેશની ધરતી પર ફસાયા હોય કે વિદેશમાં રહેતા ભારતીયો મુશ્કેલીમાં મૂકાયા હોય ત્યારે એમની પડખે સૌથી પહેલા કોઇ ઊભું રહ્યું હોય તો એ એમનાં મોદી જ !.
2014માં ઇરાકનાં હુમલામાં ફસાયેલી 46 ભારતીય નર્સ હોય કે સુદાનમાં સેના-અર્ધ લશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ફસાયેલા 4097 ભારતીયો હોય, તૂર્કી અને સિરીયામાં આવેલા ભયાવહ ભૂકંપમાં ફસાયેલા ભારતીયો હોય કે રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં ફસાયેલા આપણાં વિદ્યાર્થીઓ હોય.
કોરોનાની મહામારી વચ્ચે આખી દુનિયા ડર વચ્ચે જીવી રહી હતી ત્યારે ભારત જુદા જુદા દેશોમાં ફસાયેલા 2.17 લાખથી વધારે ભારતીયોને ભારતની ધરતી પર પરત લાવવાની તૈયારીઓમાં વ્યસ્ત હતું. મહામારીની પરિસ્થિતિ વચ્ચે અન્ય દેશમાં વસતા પોતાનાં નાગરિકોની ચિંતા કરનારો, કાળજી કરનારો ભારત સૌથી પહેલો દેશ હતો. મોદી હૈ તો મુમકિન હૈ…
કોઇપણ કુદરતી કે માનવસર્જીત આફત વચ્ચે આપણા દેશનો નાગરિક જ્યારે-જ્યારે પણ વિદેશની ધરતી પર મૂંઝાય છે ત્યારે એને સૌથી પહેલા એનાં મોદી જ યાદ આવે છે. આમપણ મુશ્કેલીમાં જેની સૌથી પહેલા યાદ આવે એ વ્યક્તિ તમારા હૃદયની સૌથી નજીક વસતી હોય છે અને મોદી કરોડો ભારતીયોનાં હૃદયમાં વસે છે !!
બાકી, આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વૈશ્વિક સ્તરે ભારતને જે ઊંચાઇ, તાકાત બક્ષી છે એનું એક જ ઉદાહરણ આપવું છે-2022માં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળેલું ત્યારે જેમનાં હાથમાં ભારતનાં રાષ્ટ્રધ્વજ હતા, એમનો વાળ પણ વાંકો થયો ન્હોતો અને સાહેબ, આપણાં પડોશી દેશનાં વિદ્યાર્થીઓએ પણ સહીસલામત રહેવા આપણાં ભારતનાં રાષ્ટ્રધ્વજને હાથમાં ઝાલી લીધો હતો…..