આજરોજ આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી ભરતસિંહજી પરમાર, મંત્રીશ્રી કુમારભાઈ કાનાણી અને ઈશ્વરભાઈ પરમાર વગેરે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના અસ્થિકુંભની વિસર્જન યાત્રા સુરતના કામરેજ ખાતેથી શરૂ થઈ. આ યાત્રા શરૂ થતાં લોકહૃદય સમ્રાટ અને રાષ્ટ્રનાયક આદરણીય અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે ખૂબ જ વિશાળ જનમેદની ઉમટી પડી. આ યાત્રા દરમિયાન આદરણીય અટલજીના અસ્થિના અંતિમ દર્શન માટે સ્વયંભુ માનવમહેરાણ ઉમટી પડયું હતું. તાપી નદીમાં આદરણીય અટલજીના અસ્તિ વિસર્જન વેળાએ હજારો કાર્યકરોની આંખો ભીની થઈ ગઈ હતી. શોકમય વાતાવરણમાં જનમેદનીએ ભાવાંજલિ અર્પી હતી.

25 August , 2018