સુરતમાં કુત્રિમ તળાવ બનાવી ગણેશજીની પ્રતિમાનું એમાં વિસર્જન કરાયું

23 September , 2018

વેસુ સ્થિત નંદિની-૩ ના રહીશોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓએ પોતાની જ સોસાયટીમાં ૫ ફૂટ ઊંડો ખાડો કરી કુત્રિમ તળાવ બનાવી ગણેશજીની પ્રતિમાનું એમાં વિસર્જન કર્યું. સુરત શહેરના સૌ ગણેશ આયોજકોને મારી નમ્ર અપીલ છે કે સુરત મહાનગર પાલિકા દ્વારા નિર્મિત કુત્રિમ તળાવમાં જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરે અને સુરત શહેર પોલીસને સહયોગ આપી શાંતિ પૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરે.