પ્રધાનમંત્રી શ્રી દ્વારા SBI ની યોનો એપ લોન્ચ કરવામાં આવી

17 September , 2018

આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા SBI ની યોનો એપ લોન્ચ કરવામાં આવી હતી જેમાં ૧૮ વર્ષની ઉમરથી ઉપરના કોઈપણ વ્યક્તિ મોબાઈલ એપ ડાઉનલોડ કરી SBI માં ૦ બેલેન્સથી એકાઉન્ટ ખોલાવી શકે છે જેને ATM કાર્ડ અને રૂ. ૫,૦૦,૦૦૦ લાખ સુધીનો એકસીડન્ટલ ઈન્સ્યોરન્સ આજીવન અથવા SBI માં એકાઉન્ટ ચાલુ રહે ત્યાં સુધી મળે છે. સુરતમાં પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓના ટાર્ગેટ સાથે ગઈકાલ સાંજ સુધીમાં ૬,૫૦૦ જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું આવનાર ૩-૪ દિવસમાં ૧૦,૦૦૦ થી પણ વધુનો ટાર્ગેટ પૂરો કરવામાં આવશે.