સુરત ટેક્સટાઇલ ના વિવિંગ અને નિટીંગ ટેક્સટાઇલ ઉદ્યોગકારો ને ખૂબ ખૂબ અભિનંદન

21 July , 2018

સુરત ટેક્સટાઇલ ના વિવિંગ અને નિટીંગ ટેક્સટાઇલ ઉદ્યોગકારો ને ખૂબ ખૂબ અભિનંદન...

આઈ.ટી.સી. રિફંડ બાબતે સુરતના ઉદ્યોગકારો દ્વારા તા. ૧૮/૦૭/૨૦૧૮ ના રોજ માન. મંત્રી શ્રી પિયુષ ગોયલજી અને માન. મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીજી ને રજુઆત કરવામાં આવી હતી.
આજની જી.એસ.ટી. ની મિટિંગ માં આઈ.ટી.સી. રિફંડ આપવાનું નિર્ણય લેવામાં આવ્યું. આઈ.ટી.સી. રિફંડના આ નિર્ણયના કારણે સુરત ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી ને ખૂબ લાભ થશે એની મને આશા છે.

 

વિવર્સના ITC રીફંડની રજૂઆત માટે આજે સુરતથી પ્રતિનિધિ મંડળ દિલ્હી આવ્યુ હતું જેમને નાણામંત્રીશ્રી પિયુષ ગોયેલજી, કાપડ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી અને નાણા સચિવ શ્રી હસમુખ અઢિયાજી સાથે મુલાકાત કરાવી અને વિસ્તૃત ચર્ચા કરી. આ મુદ્દા સંદર્ભે એમનો અભિગમ હકારાત્મક રહ્યો.