24x7 એરપોર્ટને ચાલુ રાખવા માટેની મંજુરી મળી ગઈ

23 July , 2018

24x7 એરપોર્ટને ચાલુ રાખવા માટેની મંજુરી મળી ગઈ છે.
હાલમાં જે ટર્મિનલનું બિલ્ડીંગ છે તેને એક્સટેન્ડ કરવાનું તેમજ નવા ટર્મિનલ બિલ્ડીંગના નિર્માણના કામને સૈદ્ધાંતિક મંજુરી મળી ગઈ છે. એરપોર્ટના ફ્લાઈંગ ઝોનમાં સુરત મહાનગર પાલિકા, એરપોર્ટ ઓથોરીટી અને એક સંસ્થા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૭ બિલ્ડીંગને અસર થાય છે જેમાંથી કોઈ બિલ્ડીંગની પાણીની ટાંકી, કોઈ બિલ્ડીંગનો એકાદ માળ, તથા ઘણી બિલ્ડીંગોના ૩ થી ૪ માળ જે પણ નડતર રૂપ હશે તે તોડવાની જરૂરિયાત ઉભી થશે તેમને અગામી દિવસોમાં નોટીસો આપી દેવામાં આવશે.