સોમનાથ મંદિર બીલીમોરા ખાતે સાગરખેડુ સશક્તિકરણ - વિઝન ફોર ન્યૂ ઇન્ડિયા ના કાર્યક્રમનું સાંસદ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયોઃ ૧૫૦૦થી વધુ સાગરખેડુઓની ઉપસ્થિતિ

17 June , 2018

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની *"सबका साथ, सबका विकास"* ધારણા પૂર્ણ કરવા માટેની દ્રષ્ટિ સાથે, *"સાગરખેડુ સશક્તિકરણ - વિઝન ફોર ન્યૂ ઇન્ડિયા"* ના કાર્યક્રમનું *'સાંસદ સાથે સંવાદ'* હેઠળ મોહનલાલ ચુનીલાલ સાંસ્કૃતિક હૉલ, સોમનાથ મંદિર બીલીમોરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું . જેનો લાભ લેવા 1500 થી વધુ સાગરખેડુ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા સાગરખેડુઓને લાભ આપવા માટે *"સાગરખેડુ સશક્તિકરણ - વિઝન ફોર ન્યૂ ઇન્ડિયા"* ના માધ્યમથી સાગરખેડુઓ માટેની કેન્દ્ર સરકાર તેમજ રાજ્યસરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ સાગરખેડુ ઓની યોજનાઓ વિશેની માહિતી તેમજ તે અંગેની પુસ્તિકા સાગરખેડુઓને આપવામાં આવી હતી.