સંપર્ક ફોર સમર્થન અભિયાન કાર્યક્રમ અંતર્ગત શાન ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મીલના માલિક એવા શ્રી વિમલભાઈ શાહ તથા સ્ટાફ સાથે મુલાકાત કરાઇ

16 June , 2018

સંપર્ક નો માર્ગ અનોખો સાધ્યો છે,
ફક્ત સમર્થન નહીં, પ્રજા સાથેનો સેતુબંધ બાંધ્યો છે..”

મોદી સરકારની ચાર વર્ષની પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કામગીરીનું તટસ્થ મૂલ્યાંકન કરવા તથા સર્વે લોકોને શાષનની સુપેરે માહિતી મળી રહે એ હેતુથી Bharatiya Janata Party (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Amit Shah જી દ્વારા શરુ કરયેલા અનોખા અભિયાન ‘સંપર્ક ફોર સમર્થન’ અંતર્ગત શાન ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મીલના માલિક એવા શ્રી વિમલભાઈ શાહ તથા સ્ટાફ સાથે મુલાકાત કરી હતી.

વિકાસપથ પર સામાજિક ક્ષેત્રે કાર્યરત લોકોના મંતવ્યો અને સહયોગ વડે ભાજપા વધુ સુદ્રઢ સરકાર બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે.