કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો આરંભઃ નવસારી-જલાલપોરની અબ્રામા ગામ શાળાથી આરંભ કરાવાયો

14 June , 2018

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ગ્રામીણ ક્ષેત્રોમાં આરંભ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાની અબ્રામા ગામની શાળાથી કરાવ્યો હતો. બાળકો શિક્ષણ મેળવવા-શાળાએ જવા પ્રેરાય તેવું વાતાવરણ નિર્માણ થશે તો આગામી પેઢી શિક્ષિત બનશે અને તેના પગલે શિક્ષિત સમાજનું નિર્માણ પણ થશે.