સુરતની પાંડેસરા જી.આઇ.ડી.સી. સ્થિત સાલુ ડાઈંગ મિલમાં ત્રણ માળનો સ્લેબ ધરાશયી થયોઃ ૧૮થી ૨૦ લોકો દબાયાઃ ૧૭ સિવિલમાં સારવાર હેઠળ જેમાં ૧ને આઇ.સી.યુ.માં ખસેડાયોઃ બચાવ કાર્ય હજી જારી

09 June , 2018

સુરત શહેરમાં પાંડેસરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ સાલુ ડાઈંગ મિલમાં રાત્રે ૧ વાગ્યાના સુમારે મિલમાં ત્રણ માળનો સ્લેબ ધરાશાહી થઇ ગયો હતો અને એમાં ૧૮ થી ૨૦ લોકોની દબાઈ જવાની આશંકા સેવાઈ હતી. ફાયર બ્રિગેડને રાત્રે ૧:૧૫ કલાકે ઘટના અંગેનો કોલ મળ્યો હતો. ૧:૩૦ કલાકે ફાયર બ્રિગેડે કામગીરી શરુ કરી દીધી હતી. ઈજા પામેલા ૧૬ લોકોને ફાયર બ્રિગેડ દ્વારા ન્યુ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અને વધુ શોધખોળમાં કાટમાળ નીચેથી અવાજ આવતા ત્યાં પણ બચાવ કાર્ય શરુ કર્યું હતું. જેમાંથી પણ ૧ વ્યક્તિને હેમખેમ ઉગારવામાં ફાયર બ્રિગેડ સફળ રહ્યું હતું. ન્યુ સિવિલ હોસ્પિટલમાં પણ ડૉ. કેતનભાઈ નાયક, અશ્વિનભાઈ પંડ્યા, ઈકબાલભાઈ કડીવાલા અને નર્સોનો ૫૦ જેટલો સ્ટાફ આ બનાવની જાણ થતા જ સિવિલ ખાતે પહોંચી જઈ ૧૬ જણાની તાત્કાલિક પ્રાથમિક સારવાર શરુ કરવામાં આવી, ૧ વ્યક્તિને આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવેલ છે અને તેમની પણ સારવાર ચાલુ છે. ફાયર બ્રિગેડ, ન્યુ સિવિલ હોસ્પિટલના ડૉ. કેતનભાઈ નાયક, અશ્વિનભાઈ પંડ્યા, ઈકબાલભાઈ કડીવાલા અને નર્સોની ટીમની ભારે મહેનતથી સારવાર મળી હતી. ફરી એકવાર ફાયર બ્રિગેડ, ન્યુ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનો ખુબ ખુબ આભાર...