જળસંચયને રાજ્ય સરકારે અગ્રીમતા આપી : જળસંચયના વિચારોને વધુ વ્યાપક બનાવવા ભવ્ય બાઈક રેલીનું આયોજન

21 May , 2018

“ગુજરાત સરકારે કર્યો છે જળસંચયનો નિર્ધાર,
ગામે ગામ ફરીને વહેતો કરીશું આ ઉમદા વિચાર...”

જળસંચયને રાજ્ય સરકારે અગ્રીમતા આપી #SujalamSufalamJalAbhiyan ને વેગવંતી બનાવી જળ સમાન જીવાદોરીને લોકહિતાર્થે શક્ય એટલો વધુ સંચય કરી શકાય એ નીમ સાથે આગળ વધી રહી છે ત્યારે ઉધના અને મજુરા વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે જળસંચયના વિચારોને વધુ વ્યાપક બનાવવા ભવ્ય બાઈક રેલીનું આયોજન કર્યું હતું