બુલેટ ટ્રેન ના રૂટ માટે સંપાદન કરવામાં આવનાર જમીન સામે જમીન માલિકોને વધુ વળતર મળી રહે તે માટે ગુજરાત સરકારના મહેસુલ મંત્રી માન. શ્રી કૌશિકભાઈ પટેલજી સમક્ષ રજુઆત

16 May , 2018

આજરોજ ભા.જ.પા. પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહજી પરમાર, ધારાસભ્યો શ્રી આર.સી.પટેલ, શ્રી વી.ડી.ઝાલાવાડિયા, સી એ વિનોદભાઈ દેસાઈ અને સભ્યો સાથે મળીને ગુજરાત સરકારના મહેસુલ મંત્રી માન. શ્રી કૌશિકભાઈ પટેલજીને મળ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકાર માં ભારતને અદ્યતન ટેકનોલોજી વાળી બુલેટ ટ્રેન મળવા જઈ રહી છે જેની સૌપ્રથમ શરૂઆત અમદાવાદ-મુંબઈ વચ્ચે થનાર છે ત્યારે બુલેટ ટ્રેન ના રૂટ માટે સંપાદન કરવામાં આવનાર જમીન સામે જમીન માલિકોને વધુ વળતર મળી રહે તે માટે ગુજરાત સરકારના મહેસુલ મંત્રી માન. શ્રી કૌશિકભાઈ પટેલજી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. ગુજરાત સરકારના મહેસુલ મંત્રી માન. શ્રી કૌશિકભાઈ પટેલજીએ સમગ્ર રજુઆતને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ સંપાદિત થતી જમીનના માલિકોને હિતને ધ્યાનમાં રાખીને આ સંદર્ભે હકારાત્મક અભિગમ દાખવ્યો છે.