અડાજણ ખાતે પીપીપી ધોરણે નવનિર્મિત આધુનિક સુવિધા સાથે તૈયાર કરાયેલા નવા બસપોર્ટનું લોકાર્પણ

20 May , 2018

અડાજણ ખાતે પીપીપી ધોરણે નવનિર્મિત આધુનિક સુવિધા સાથે તૈયાર કરાયેલા નવા બસપોર્ટનું લોકાર્પણ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી ના વરદ હસ્તે કરવામાં કર્યું હતું. બસપોર્ટમાં એરપોર્ટની માફક લગેજ ટ્રોલી, જીપીએસ, દિવ્યાંગો માટે વ્હીલચેર, આઈડલ બસ પાર્કિંગ જેવી સુવિધાથી સુસજ્જ છે. આ બસપોર્ટમાં ડિજીટલ ડિસ્પ્લે સાથે બસોના આવાગમનની માહિતી, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વેરિયેબલ સાઈન બોર્ડ, સીસીટીવી કેમેરા, પબ્લિક એનાઉસમેન્ટ, રાઉન્ડ ધ કલોક સિકયુરિટી ઉપરાંત વિદ્યાર્થી પાસ, મુસાફર પાસ અને ઓનલાઇન બુકીંગ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.