યુથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ વુમન્સ ડે નિમિત્તે ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી બહેનો સાથે સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ મનાવવામાં આવ્યો.

08 March , 2018

યુથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ વુમન્સ ડે નિમિત્તે ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી બહેનો સાથે સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ મનાવવામાં આવ્યો.

યુથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ  દ્વારા આજ રોજ વુમન્સ ડે નિમિત્તે સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કીટ મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટની દિવ્યાંગ બહેનો પાસે તેમને હસ્તકળા વડે બનાવેલ પેપરબેગમાં મૂકી તૈયાર કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત સ્લમ વિસ્તાર તેમજ હળપતિવાસ જેવા સ્થળોની મહિલાઓને માસિકકાળ દરમ્યાન કપડાંનો ઉપયોગ કરવાથી થતી બીમારી તેમજ માનસિક ત્રાણ જેવી પરિસ્થિતિ વિષે જાગ્રુત કરી સેનેટરી પેડનો ઉપયોગ કેવી રીતે કરવો તેમજ સહજતાપૂર્વક તેને ડિસ્પોઝ કઈ રીતે કરવું તેની માહિતી આપવામાં આવી.