મોદી સરકારએ ગરીબ નાગરિકના હિતમાં લીધો નિર્ણય , આધાર સરકારી યોજના સાથે ૩૦ જૂન સુધી જોડી શકાશે       સાંસદ સી.આર.પાટીલની રજુઆતને પગલે ઉત્તરભારતીય માટે ઉધના થી છપરા જવા માટે 2 નવી હોલી ડે સ્પેશ્યલ ટ્રેનની રેલ્વે મંત્રાલય દ્વારા જાહેરાત      

Join Volunteers

માન. રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલજીને નવસારી જિલ્લા માં બુલેટ ટ્રેન માટે જમીન સંપદાન સામે માલિકોને વધુ વળતર આપવા સાંસદ શ્રી સી આર પાટીલની રજુઆત

28 March , 2018

તારીખ 28મી માર્ચ ૨૦૧૮ના રોજ સાંસદ શ્રી સી આર પાટીલ સાથે સી.એ વિનોદભાઈ દેસાઈ અને તેમની ટીમના સભ્યો  રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલજીને નવી દિલ્હી ખાતે મળ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકાર માં ભારતને અદ્યતન ટેકનોલોજી વાળી બુલેટ ટ્રેન મળવા જઈ રહી છે જેની સૌપ્રથમ શરૂઆત અમદાવાદ-મુંબઈ વચ્ચે થનાર છે ત્યારે બુલેટ ટ્રેન ના રૂટ માટે નવસારી જિલ્લામાં સંપાદન કરવામાં આવનાર જમીન સામે જમીન માલિકોને વધુ વળતર મળી રહે તે માટે માન. રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલજી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલજીએ  સમગ્ર રજુઆતને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ સંપાદિત થતી જમીનના માલિકોને હિતને ધ્યાનમાં રાખીને આ સંદર્ભે  હકારાત્મક અભિગમ દાખવ્યો છે.