મોદી સમર્થક મહિલા મંડળ

03 January , 2018

મોદી સમર્થક મહિલા મંડળ

વર્ષ ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ સાથે નવસારી લોકસભા મત વિસ્તારમાં મોદી સમર્થક મહિલા મંડળની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા એક દાયકા દરમ્યાન આ સંસ્થામાં ૭૫થી ૮૦ હજાર મહિલાઓ જોડાઈ ચુકી છે.

સંસ્થાના પ્રમુખ શ્રીમતી ઉજ્જવલા નીકમ અને ઉપપ્રમુખ શ્રીમતી રોહિણીબેન પાટીલ દ્વારા મહિલાઓના ઉત્થાન અને જાગૃત્તિ સંદર્ભે આ સંસ્થાના માધ્યમથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા મહિલાઓના વિકાસને કેન્દ્રમાં રાખીને નિઃશુલ્ક સિવણ ક્લાસ અને કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય પ્રત્યેક વર્ષે એક વખત વિધવા સહાય કીટનું વિતરણ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા સમયાંતરે દિવ્યાંગ સહાય, નિરાધાર સહાય અને સરકારી યોજનાઓનો લાભ સમજ આપતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જનજાગૃત્તિ અભિયાનના ભાગ રૂપે નવસારી મત વિસ્તારમાં બેટી બચાવો... બેટી પઢાઓ... નાટિકા પ્રસ્તુત કરવામાં આવે છે.

નવસારીમાં મરાઠી અને ગુજરાતી મહિલાઓમાં સૌહાર્દના ભાગ રૂપે મહારાષ્ટ્રીયન પરંપરાની સાથે હલ્દી કંકુનું મોટા પાયે આયોજન કરવામાં આવે છે. મહારાષ્ટ્રીયન સમાજમાં ઉતરાયણ પછી નાના પાયે ૨૦થી ૨૫ સુહાગન મહિલાઓ ભેગા થઈને એક બીજાને દિર્ધાયુષ્યની કામના સાથે ગીફ્ટની આપ-લે કરે છે. ઘર અને પરિવારની વચ્ચે થતા આ કાર્યક્રમને જાહેર કાર્યક્રમ અને વાર્ષિક સ્નેહમિલન બનાવવાનું શ્રેય મોદી સમર્થક મહિલા મંડળ અને સાંસદ સી આર પાટીલને જાય છે. ઉતરાયણ પછી હલ્દી-કંકૂ એ વર્ષોથી ચાલતી પરંપરા છે નવસારી અને સુરતમાં હવે આ હલ્દી-કંકૂ લોકપર્વ ની જેમ ઉજવાઈ છે. આ કાર્યક્રમનું આયોજન નવસારીમાં ૨૦૦૭થી નવસારી લોકસભાના લિંબાયત, ઉધના, પાંડેસરા, ડિંડોલી, ભાઠેના, ભટાર, ઉધના ગામ, ચીખલી અને બિલીમોરા સહિતના વિસ્તારોમાં કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા ઉધના - લિંબાયત વિસ્તારમાં કુપોષિત બાળકોને ફણગાવેલા મગનું વિતરણ કરવામાં આવે છે અને વર્ષમાં એક વખત આંગણવાડી બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવે છે. મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલા બે ભવ્ય કાર્યક્રમોઅ યાદગાર રહ્યા છે. કારણ એ પેહલા આવા કાર્યક્રમ બીજા કોઈએ વિચાર્યા પણ ન હતા કર્યા પણ ન હતા. પ્રથમ કાર્યક્રમ હતો પોલીસ પરિવાર સન્માન સમારોહ. જેમાં પોલીસ પરિવારનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. એવોજ બીજો કાર્યક્રમ એટલે શિક્ષક સન્માન કાર્યક્રમ.