સુરત વર્લ્ડક્લાસ રેલ્વે સ્ટેશન

08 March , 2017

સુરતમાં બનનારું રેલ્વે સ્ટેશન એ અનેક વિશેષતાઓ ધરાવતું આ પ્રકારનું પ્રથમ રેલ્વે સ્ટેશન છે. ૬૦ માળના ૪ આઇકોનિક ટાવર સાથેનું આ રેલ્વે સ્ટેશન કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના સહયોગથી બનશે. રેલ્વે, બસ સહીતની તમામ સુવિધા એક જ સ્થળે સમાવી લેવાશે. સુરત રેલ્વે સ્ટેશનમાં શું શું હશે એની અનેક વાતો હવે લોકો સુધી મીડિયાના માધ્યમથી પહોચી ગઈ છે. સુરતમાં આ અનોખું રેલ્વે સ્ટેશન બનવાનું છે અને એની પ્રક્રિયાનો પ્રારંભ પણ થઇ ગયો છે. પણ આ કઈ રાતોરાત નથી થઇ ગયું.

મે ૨૦૧૪મા આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સબળ અને વિઝનરી નેતૃત્વવાળી સરકાર બની. એ પેહલાતો સુરતને થતા અન્યાય સામે ભાજપના સાંસદોએ અનેક વખત રજૂઆત કરી હતી, આંદોલનો કર્યા છે. પણ સુરતને થયેલા અન્યાયનું સાટું વાળતા હોય એમ જયારે વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન બનાવવાની જાહેરાત કરી ત્યારે પ્રથમ સુરતની પસંદગી થઇ. સુરતના જાણીતા આર્કિટેક્ટ સંજય જોશીના મનમાં આ વિચાર લાંબા ગાળાનો હતો અને એમણે સુરતના એમના સપના મુજબના રેલ્વે સ્ટેશનને કાગળ ઉપર ઉતારી રાખ્યો હતો. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વર્લ્ડક્લાસ રેલ્વે સ્ટેશનની જાહેરાત કરી તે બાદ આર્કિટેક્ટ સંજય જોશીના બનાવેલા મોડેલને દિલ્હી લઇ જવાયો. ખુદ સંજય જોશી અને સાથે સાંસદ સી.આર.પાટીલ સાથે હતા. મહામુસીબતે એ વિશાળ મોડેલને દિલ્હીના રેલ ભવનમાં લઇ ગયા. ત્યાં રેલ્વેના અધિકારીઓ એનાથી રાજી થયા.

એ બાદ સુચન આવ્યું કે આ મોડેલ ૨૦૧૫મા વાયબ્રન્ટ ગુજરાત સમીટમાં મુકો. ફરી અડચણોને દુર કરીને એણે ૬ નંબરના ડોમમાં પ્રદર્શિત કરાયું. ખુદ વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ એ ડોમની મુલાકાતે આવ્યા અને એમને આ મોડેલને જોયું. એમને આ વિચાર ગમ્યો અને સાથે જ કેટલાક સુચન કર્યા. એ પછી કેટલીક હાઈલેવલની કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓની બની અને અનેક મંત્રણાઓ બાદ હવે સુરત રેલ્વે સ્ટેશનનું કામ પ્રગતિમાં આવ્યું છે. પણ આ તમામ મીટીંગોમાં વડાપ્રધાનની સુચના અનુસાર સાંસદ સી.આર.પાટીલ હાજર રહ્યા છે અને સુરત રેલ્વે સ્ટેશનનું કામ ઝડપથી શરુ થાય અને સમયસર પૂરું થાય એના માટે અનેક પ્રકારની મહેનત કરી છે.

ભારત સરકારના રેલવે મંત્રાલયે આખા દેશમાં રીડેવલપમેન્ટ માટે નક્કી કરેલા ૪૦૦ રેલવે સ્ટેશનમાં સુરતનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાને સુરત રેલ્વે સ્ટેશનના મોડલ પર મંજુરીની મ્હોર માર્યા બાદ પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપથી કામ આગળ ધપાવવા માસ્ટર પ્લાન બનાવાયો હતો. એ માટેના એમ.ઓ.યુ. કેન્દ્રના રેલવે મંત્રી સુરેશ પ્રભુ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ સી.આર.પાટીલ અને સુરતમ્યુનિ.ના અધિકારીઓની વચ્ચે સુરત ખાતે થયા હતા હતા. એમ.ઓ.યુ. દરમિયાન રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે, સુરતનું નવનિર્મિત રેલવે સ્ટેશન એરપોર્ટ કરતા ભવ્ય હશે. સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ બનાવવા પસંદગી બદલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડાપ્રધાન અને કેન્દ્રીય રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.


ન્યુઝ લીંક :


ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર