હરિદ્વાર પ્રવાસ

03 January , 2018

સુપ્રસિદ્ધ યાત્રાધામ હરિદ્વાર અને દિલ્હી દર્શનની મહેચ્છા અનેક લોકોની હોય છે. આમ નાની લગતી આ ઈચ્છા અનેક લોકો માટે લગભગ અશક્ય છે. આવી ઈચ્છા રાખનાર અનેકની આ મનોકામના પૂરી કરવામાં માધ્યમ બન્યા છે નવસારીના લોકલાડીલા સાંસદ શ્રી સી.આર. પાટીલ. પોતાના મત વિસ્તારની મહિલાઓ માટે હરિદ્વાર અને દિલ્હીની યાત્રા વર્ષ ૨૦૦૯થી કરાવે છે. અત્યાર સુધી સાંસદ શ્રી સી.આર. પાટીલ દ્વારા ૧૩ હજાર જેટલી બહેનોને નિઃશુલ્ક ત્રિ-દિવસીય દિલ્હી અને હરિદ્વારનો પ્રવાસ કરાવવામાં આવ્યો છે. નવસારીïના અંતરિયાળ વિસ્તારોમાં વસતી બહેનો માટે હરિદ્વાર તીર્થધામના દર્શન જીવનનો એક અકલ્પનીય લ્હાવો સાબિત થયો છે.

વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૪ દરમિયાન નવસારી - ચીખલી - બિલીમોરા અને સુરતના અંતરિયાળ વિસ્તારમાં રહેતી સાત હજાર બહેનોને ટ્રેન દ્વારા દિલ્હી અને હરિદ્વારના દર્શન કરાવવામાં આવ્યા હતા. જ્યારે ૨૦૧૬થી ફેબ્રુઆરી ૨૦૧૭ સુધી ૫૬૧૧થી વધુ બહેનોએ દિલ્હી અને હરિદ્વારની મુલાકાત લીધી હતી. વલસાડ - હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનના ત્રણ કોચ સુરત રેલવે સ્ટેશનથી બુક કરવામાં આવતા હતા. એક કોચમાં ૭૨ મહિલાઓ એમ મળીને એક પ્રવાસ દરમ્યાન ૨૧૬ મહિલાઓનો સમાવેશ કરવામાં આવતો હતો. ટ્રેનમાં જ જમવાથી માંડીને પીવાના પાણીનો બોટલો પણ પ્રવાસીમહિલાઓને આપવામાં આવતી હતી. આ સિવાય દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ તમામ મહિલાઓને ગુજરાતી સમાજમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાંï આવતી હતી. જ્યાં પહોચ્યા બાદ મહિલા યાત્રાળુઓને સવારનો ચ્હા - નાસ્તો કરીને દિલ્હીમાં સંસદ ભવન – રાષ્ટપતિ ભવન અને અક્ષરધામ મંદિરની મુલાકાત કરાવવામાં આવતી. અક્ષરધામ મંદિર ખાતે જ મહિલા યાત્રાળુઓની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાંથી રાત્રે નવ કલાકે તમામ મહિલાઓ હરિદ્વાર માટે રવાના થતા હતા. સવારે ૬.૩૦ કલાકે હરિદ્વાર પહોચ્યા બાદ ત્યાં સ્થાનિક હોટલમાં સવારનો ચ્હા - નાસ્તો કરીને હરિદ્વાર દર્શન કરાવવામાં આવતા હતા. સાંજે સાત વાગ્યે હરિદ્વારથી બાંદ્રા ટ્રેનમાં તમામ મહિલાઓ પરત સુરત રવાના થતી હતી. આ દરમ્યાન ટ્રેનમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી.

સાંસદ શ્રી સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવતા આ આયોજન દરમ્યાન કોઈપણ મહિલાને તકલીફ કે અગવડતા ન રહે તેનું સવિશેષ ધ્યાન રાખવામાં આવતું હતું. એક પરિવારમાંથી એક જ મહિલાની પસંદગી કરવામાં આવતી હતી. જેની પાછળનો આશય મહત્તમ પરિવારોની મહિલાઓને તીર્થધામ હરિદ્વારના દર્શનનો લ્હાવો મળે તે છે. કોઈ ખાનગી ટુરમાં થાય એવી સુવિધા આ મહિલા યાત્રાળુઓની કરવામાં આવતી હતી.