સાંસદ મોબાઈલ ઓફીસ થી તમારા દ્વારે

03 January , 2017

બીજા સાથી સાંસદોથી અલગ વિચારવું અને અલગ કાર્ય કરીને અનેકને માર્ગદર્શન આપવું એ સાંસદ સી.આર.પાટીલની ઓળખ રહી છે. આખા દેશમાં લોકસભા અને રાજ્યસભાના અનેક સાંસદો પૈકી જે કોઈએ ન કર્યુ એ પોતાની ઓફીસને આઇએસઓ બનાવવાનું કામ પણ સમગ્ર દેશમાં સાંસદ સી.આર.પાટીલ એ કર્યુ હતું. એવી જ રીતે દેશમાં ઐતહાસિક વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારને જયારે ૧૦૦ દિવસ પુરા થયા ત્યારે સાંસદ સી.આર.પાટીલ એક નવા જ વિચાર સાથે આગળ આવ્યા, એ વિચાર એટલે મોબાઈલ ઓફીસ.

સાંસદ સી.આર.પાટીલએ એક મોટી ગાડીમાં જ ઓફીસ બનાવડાવી દીધી. કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ સાથેની વાનમાં અલાયદો સ્ટાફ પણ રાખ્યો. મતવિસ્તારના લોકોને સાંસદના અનેક પ્રકારના દાખલા ની જરૂર પડતી હોય છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનામાં સાંસદનો ભલામણ પત્ર જરૂરી હોય છે. એ જ રીતે યાત્રાધામ શિરડી કે તિરૂપતિમાં પણ સાંસદનો ભલામણ પત્ર ઉપયોગી હોય છે. એ જ રીતે વિવિધ સરકારી યોજનાના ફોર્મ, રેશન કાર્ડ – મતદાર યાદી ના ફોર્મ જેવી અનેક વ્યવસ્થા મોબાઈલ ઓફીસમાં કરવામાં આવી છે. આ અને આવા અનેક કામો માટે ખુદ સાંસદનું કાર્યાલય જ મતદારના દ્વાર સુધી પહોચી જાય છે. નવસારી લોકસભામાં સમાવિષ્ટ ૭ વિધાનસભા મુજબ આ મોબાઈલ ઓફીસ ફરે છે. આ પ્રયોગ લોકોને એટલો બધો ગમ્યો હતો કે જયારે આની શરૂઆત થઇ ત્યારે બીલીમોરા, ગણદેવી, અમલસાડ જેવા વિસ્તારના લોકોએ આ મોબાઈલ ઓફિસનું સ્વાગત ફટાકડા ફોડીને કર્યુ હતું.

મોબાઈલ ઓફીસએ સક્રિય સાંસદ વગર ચૂંટણીએ પણ લોકોની વચ્ચે કાર્ય કરતા રહે છે એનો સીધો પુરાવો છે.