સાંસદ આદર્શ ગામ ચીખલી

27 October , 2016

ચીખલી, નવસારી જીલ્લાનું આ ગામ રાષ્ટ્રીય ઘોરી માર્ગને અડીને આવેલું છે. છેલ્લા એક વર્ષ ઉપરાંતથી એ ચર્ચા અને સમાચાર બંનેમાં રહ્યું છે. તાલુકા મથક એવા ચીખલી એ એક સર્વાંગી પરિવર્તન તબક્કામાંથી બહાર આવ્યું છે. નવા વાઘા અને નવા ચેહરા સાથે ચીખલીની સુરત જ બદલાઈ ગઈ છે. વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી દરેક સાંસદને “સાંસદ આદર્શ ગ્રામ યોજના” અંતર્ગત પોતાના મતવિસ્તારનો કોઈ એક ગામ દત્તક લેવાનું આહ્વાન કર્યું હતું. બસ નવસારીના લોકપ્રિય અને સક્રિય સાંસદ શ્રી સી.આર.પાટીલએ ચીખલી ગામને આદર્શ ગામ તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો. પછી શું એ એવા મંદી પડ્યા કે દેશ આખામાં સૌથી પ્રથમ ચીખલીની આદર્શ ગામની કામગીરી સૌથી પ્રથમ પૂરી થઇ અને એની સહર્ષ નોંધ ખુદ વડાપ્રધાનએ પણ લીધી છે. શું થયું ચીખલીમાં? એવો પ્રશ્ન જેણે પેહલાનું અને અત્યારનું ચીખલી જોયુંના હોય એણે ચોક્કસ જ થાય. ચીખલીમાં વિકાસ કર્યોની શરૂઆત કરતા પેહલા ૫૫ મુદ્દાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. આ એ ૫૫ મુદ્દા હતા જે કામગીરી ચીખલીમાં કરવાની હતી. એક પછી એક બધા મુદ્દાઓ આવરી લીધાને આજે ચીખલીનું એક નવુજ સ્વરૂપ સામે છે. ચીખલીના તમામ રસ્તાઓ એક સાથે નવા બન્યા, જે ઘરો સુધી પાણીની લાઈન પહોચી ના હતી એ પહોચી ગઈ. તમામ ઘરોમાં શૌચાલય બની ગયા છે. ખુલ્લી ગટર બંધ થઇ અને હવે અંડરગ્રાઉન્ડ ગટર બની ગઈ છે. દરેક ઘર પાસે કચરાપેટી છે. ગામના હયાત કુવાઓને રીચાર્જ કરી એની આસપાસ બાંધકામ બનાવી સ્વચ્છ બનાવી દેવાયા છે. સાંકડા રસ્તા પહોળા થયા છે, એક સમયે જે રસ્તા ૩ ફૂટની ગલી જેવા હતા એ ૧૦ ફૂટના થયા છે. તમામ કાચા રસ્તા ઉપર પેવર બ્લોક લાગી ગયા છે. દરેક ઘરના આંગણા અને દીવાલ થી દીવાલ સુધી પેવર બ્લોક લાગી જતા સ્વચ્છતા વધી અને શેરીઓ વધુ સુંદર દેખાવા લાગી છે. ચીખલી નગરમાં ભ્રમણ કરવા કોઈ નીકળે તો એણે સાંસદ દ્વારા ગામ લોકોના સહકાર અને સહયોગથી જે કામ કાર્ય છે એ આંખે ઉડી દેખાઈ એવા છે. પરિવર્તન જો નજર સામે જોવું હોય તો કાવેરી નદીનો કિનારો જોવા છે. અત્યારે પર્યટન સ્થળની ગરજ સારે એવો કિનારો એક સમયે ગંદકીથી ઉભરતું હતું. કાંઠાની સફાઈ, નદી ઉપર ઓવારા અને બોટ અને બેસવા માટે બાંકડા થયા છે. મહાદેવની વિશાલ પ્રતિમા દર્શનીય બની છે કાવેરી નદીનો કિનારો હવે ચીખલીવાસી માટે સહેલગાહ બન્યો છે. ચીખલી ગામ નેશનલ હાઈવે ઉપર છે એટલે ગામના બંને પ્રવેશદ્વાર વધુ સારા અને સુશોભિત બન્યા છે. રસ્તાની બંને બાજુ ફૂટપાથ બની ગઈ છે, રોડ ડીવાઇડર બન્યા છે. એ બધાની સાથે ચીખલીની રેફરલ હોસ્પિટલ, સરકારી શાળા, રોટરી આઈ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન બધી જગ્યા એ નવી અને આધુનિક વ્યવસ્થા ઉભી થઇ છે. ગ્રામ પંચાયતની કચેરી નવી થઇ તો એમાં જ એક ખંડમાં લાયબ્રેરી બની છે. રસ્તાની વચ્ચે આવેલું જુનું અને ચીખલીમાં જાણીતું એવું બગલાદેવનું મંદિર ગામ લોકોએ સર્વસંમતી અને રાજીખુશીથી નજીકમાં સ્થળાંતર કરીને રસ્તાને પહોળો કરવામાં સહયોગ આપ્યો. આ એટલા માટે થયું કારણકે ચીખલીના વિકાસના કામોમાં તમામ નગરજનોનો સક્રિય અને હકારાત્મક સહયોગ રહ્યો છે. સ્મશાનભૂમિને આધુનિકીકરણ માટે જયારે દાનની અપીલ કરી તો માત્ર એક કલાકમાં ૫૦ લાખ રૂપિયા ભેગા થઇ ગયેલા. ચીખલીની કાયાપલટ કરવાના કાર્યની શરૂઆત પણ રસપ્રદ હતી. સાંસદ પોતે અને એમના સહયોગીઓએ પ્રથમ ગામના અનેક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ આરંભી. ટ્રેક્ટરો ભરીને ગામથી કચરાના ઢગ ઉપડ્યા અને એનો નિકાલ કર્યો. એ પછી તમામ કાર્યોની શરૂઆત કરી. એક ઇન્ટરવ્યુંમાં સાંસદ સી.આર.પાટીલ કહે છે, ગામ લોકો એટલી બળકટતાથી તમામ કાર્યોમાં જોડાયા કે લોકભાગીદારી સાચા અર્થમાં ચરિતાર્થ થઇ. મારી ગ્રાન્ટ ઉપરાંત સરકારી યોજના, ગ્રામ પંચાયતનું સ્વભંડોળ અને જ્યાં ઘટ્યું ત્યાં લોકોએ દાન આપીને કાર્ય પૂરું કર્યુ છે. અમે એક વાત ખાસ ધ્યાન રાખી કે ગામના વિકાસના તમામ કર્યો ગ્રામ પંચાયત અને ગામના લોકોના સુચન મુજબ જ કરવા અને એમાં અમે સફળ પણ રહ્યા. સાંસદની સક્રિયતા અને લોકોની સક્રિય ભાગીદારીથી ચીખલી સમગ્ર દેશનું આદર્શ ગામ બન્યું છે.