મોદી સરકારએ ગરીબ નાગરિકના હિતમાં લીધો નિર્ણય , આધાર સરકારી યોજના સાથે ૩૦ જૂન સુધી જોડી શકાશે       સાંસદ સી.આર.પાટીલની રજુઆતને પગલે ઉત્તરભારતીય માટે ઉધના થી છપરા જવા માટે 2 નવી હોલી ડે સ્પેશ્યલ ટ્રેનની રેલ્વે મંત્રાલય દ્વારા જાહેરાત      

Join Volunteers

ISO ઓફિસ

27 October , 2016

આઇએસઓ ઓફીસ ધરાવતા દેશના પ્રથમ સાંસદ

લોકસભા અને રાજ્યસભાના સાંસદોનો સરવાળો કરો તો લાગભગ ૭૯૦ સાંસદ થાય છે. એ બધામાંથી જે કોઈને સુઝ્યું ના હતું એવું વિશેષ નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર.પાટીલને સુઝ્યું હતું, પોતાની સક્રિય અને વ્યસ્ત ઓફીસ માટે આઈએસઓ ૯૦૦૧:૨૦૦૮ સર્ટીફીકેટ લેવાનું. સી.આર.પાટીલ પ્રથમ વખત ૨૦૦૯માં સાંસદ બન્યા એ પહેલાથી જ એમની ઓફીસ ધમધમતી હતી. લોકોના પ્રશ્નો અને સમસ્યા લઈને લોકો એમની પાસે આવતા જ રેહતા.

એ તમામ પ્રશ્નો અને સમસ્યા અંગેની વિગતો એમની ઓફીસમાં સચવાયેલી રહેતી હતી. એમની ઓફીસનું દસ્તાવેજીકરણ કાર્ય પહેલથી જ વ્યવસ્થિત હતું જેણે આઈએસઓ મળતા એ વધુ સુદ્રઢ થયું. વિવિધ પ્રકારના કામની અપેક્ષાએ આવતા લોકોનું કામ થાય અને એમના પ્રશ્નો સંબંધિત તંત્ર સુધી પહોચે અને એ કામનું ફોલો અપ પણ થાય એવી વ્યવસ્થામાં આઈએસઓની માર્ગદર્શિકા મુજબ બીજી કેટલીક બાબતોનો ઉમેરો થયો. સાંસદ સી.આર.પાટીલની ઓફિસમાં આવનાર દરેક વ્યક્તિના સરનામાં, સંપર્ક નંબર, જન્મતારીખ સહિતની વિગતો લેવામાં આવે છે અને પછી એમને પત્ર દ્વારા શુભેચ્છાઓ પણ આપવામાં આવે છે.

આતો થઇ વ્યવસ્થાની વાત, પણ આઈએસઓનું સર્ટીફીકેટ આપનારી પ્રતિષ્ઠિત ઇન્ટરટેક મૂડી કંપનીને એક બીજી બાબત વધુ સ્પર્શી હતી. એ કેન્દ્ર અને રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોચાડવાની અને એના અમલની કામગીરી. સાંસદ સી.આર.પાટીલ સરકારી યોજનાઓના પ્રચાર માટે અને એના અમલ માટે ખુબ સક્રિય છે. સામાન્ય પ્રજાજનને સરકારી યોજનાનો લાભ મળે એ માટે એમની કચેરીમાંથી કરવી પડતી તમામ મદદ તેઓ કરતા જ રહે છે.

જાન્યુઆરી ૨૦૧૩માં જયારે એ સર્ટીફીકેટ સાંસદ સી.આર.પાટીલને એક ખાસ કાર્યક્રમમાં એનાયત થયો ત્યારે એની નોંધ દેશ વિદેશના અનેક મીડિયા એ લીધી હતી. કારણ સ્પષ્ટ હતું આવું કરનાર એ દેશના પ્રથમ સાંસદ હતા. મીડિયા સાથે વાત કરતા તે સમયે સાંસદશ્રી સી.આર.પાટીલએ કહ્યું હતું કે, આ સર્ટીફીકેટથી અમારી ઓફીસ વધુ સુવ્યવસ્થિત થશે અને અમારા હજારો મતદારો સુધી નિયમિત સંપર્કમાં રહી શકાશે.