હર ઘર તિરંગા, હર ગાંવ તિરંગા

16 October , 2017

હર ઘર તિરંગા, હર ગાંવ તિરંગા

દેશના લોકપ્રિય અને પ્રજાપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીની ૭૦મી વર્ષગાઠને અનોખી રીતે ઉજવવાની પહેલ કરી હતી. વડાપ્રધાને તો ભાજપના દરેક સાંસદને પોતાના મતક્ષેત્રમાં હાથમાં તિરંગો લઈને મોટરસાયકલ ઉપર યાત્રા કાઢવાનું સુચન કર્યુ હતું. ૧૫મી ઓગસ્ટ થી ૨૨મી ઓગસ્ટ ૨૦૧૬ દરમિયાન દેશ આખાના ભાજપના સાંસદોએ આ યાત્રા કાઢી અને સફળ પણ થયા. આ બધામાં સૌથી અનોખું અને અદ્વિતીય કામ જો કોઈએ કર્યુ તો એ હતા નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ. એમણે તો આ તિરંગા યાત્રાને પોતાના મતક્ષેત્રના લોકો સાથે સીધી જ જોડી દીધી. પક્ષનો કાર્યકર્તા નહિ પણ સામાન્ય નાગરિક પણ એમની યાત્રામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાઈ ગયો.

બહુ રસપ્રદ અને અભૂતપૂર્વ ઝુંબેશ સી.આર.પાટીલએ તિરંગાયાત્રા પહેલા ઉપાડી. એ રસપ્રદ એટલે હતી કે તેમની આ ઝુંબેશ થકી એ લોકોને તિરંગા યાત્રામાં જોડવાના હતા. બીજી રસપ્રદ બાબત એ હતી કે એમને જે હજારો-લાખો લોકોને આ ઝુંબેશમાં જોડ્યા એ બધું કાર્ય ઓનલાઈન હતું એટલે વડાપ્રધાનના ડીજીટલ ઇન્ડિયાના સપનાનું સાકાર સ્વરૂપ હતું. દેશને આઝાદી મળી એના ૭૦ વર્ષ પછી પણ દેશના નાગરિકોને તિરંગા સાથે સીધું જોડાણ પ્રથમ વખતનું હતું.

સાંસદ સી.આર.પાટીલે વધુ માં વધુ નાગરિકને તિરંગા સાથે જોડવા હતા. તિરંગો આપણી શાન અને સ્વાભિમાનનું પ્રતિક છે. દેશના અનેક લોકો તિરંગાને પોતાની પાસે રાખવા માંગતા હોય છે પણ કેટલાક કારણોસર એ થઇ શકતું નથી. એટલે એમણે પોતાની વેબસાઈટ અને સોસીયલ મીડિયામાં જાહેર કર્યુ જેણે ઘરબેઠા તિરંગો જોઈતો હોય તે વેબસાઈટ (www.crpatil.com) ઉપર જઈને આપેલા ફોર્મમાં પોતાની સમગ્ર વિગત આપે. આ ફોર્મ ભરનાર ને કુરિયર અને સરકારી ટપાલ મારફતે ઘરબેઠા તિરંગો પહોચાડ્યો હતો. માત્ર ૧૫ દિવસના સમયગાળામાં લગભગ ૧ લાખથી વધુ લોકોએ એમની વેબસાઈટ વિઝીટ કરી અને ૨૫૦૨૧ લોકોએ ફોર્મ ભરીને તિરંગો ઘરે મંગાવ્યો. અમે તમામને તિરંગો મોકલી આપ્યો છે. આ એક ઐતહાસિક ઘટના એટલા માટે હતી કે આઝાદીના ૭૦ વર્ષે પણ કોઈ એ સામાન્ય પ્રજા વચ્ચે તિરંગો પહોચાડવાના પ્રયત્ન કર્યા ન હતા એટલે સી આર પાટીલની આ પહેલને લોકોએ પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.

વાત એટલે જ પૂરી નથી થઇ જતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સી.આર.પાટીલને કઈ અમસ્તાજ “કર્મઠ” સાંસદ નથી કહ્યા. સતત પ્રજા વચ્ચે અને પ્રજાના કામની સતત દરકાર રાખતા આ સાંસદ ૨૫૦૦૦ લોકોને તિરંગો મોકલીને અટકી નથી ગયા. જે લોકોને ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી કે જેણે આવડ્યું નહિ એમને પોતાની ઓફીસથી રૂબરૂ તિરંગા પહોચ્ડ્યા. આ ૧૫મી ઓગસ્ટએ સુરત અને નવસારીના અનેક ઘરોની છત ઉપર સાંસદ સી.આર.પાટીલ દ્વારા મોકલાયેલ તિરંગા નજરે પડ્યા હતા. અનેક પરિવાર આ તિરંગો મેળવીને એટલા ખુશ હતા કે એમને તિરંગા સાથે સેલ્ફી લઈને ફેસબુક અને ટ્વીટર ઉપર શેર પણ કરી હતી.

આ બધું ઓછું હોય તેમ જેમણે તિરંગો મેળવવા માટે ઓનલાઈન નામ રજીસ્ટ્રર કરાવ્યું હતું એ પૈકી ૧૧ નસીબદાર લોકોની પસંદગી કોમ્યુટર દ્વારા કરવામાં આવી હતી. આ લકી-૧૧ને સુરત થી દિલ્હી લઇ જવામાં આવ્યા હતા અને એમને ખાસ વ્યવસ્થા કરીને ૧૫મી ઓગસ્ટએ લાલકિલ્લા ના કાર્યક્રમમાં ખાસ મેહમાન બનાવ્યા હતા. લાલકિલ્લા ઉપર જયારે દેશના વડાપ્રધાન દેશને સંબોધન કરતા હોય છે ત્યારે દેશ વિદેશના અતિ ખાસ મેહમાનને બોલાવવામાં આવતા હોય છે. આવા અતિ ખાસ કાર્યક્રમમાં સાંસદ સી.આર.પાટીલએ પોતાના મતક્ષેત્રના ૧૧ લોકોને સામેલ કરાવ્યા હતા.

હર ઘર તિરંગા, હર ગાંવ તિરંગાની નેમ લઈને શરુ થયેલ આ કાર્યક્રમમાં દેશના અનેક રાજ્યોથી લોકો આવ્યા એ તો ખરું જ આ કાર્યક્રમ બિનનિવાસી ભારતીયોને પણ એટલો સ્પર્શી ગયો કે છેક ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન અને કુવૈતથી પણ લોકો એ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સાંસદ પાટીલએ એમને વિદેશમાં તિરંગો પહોચાડવાની વ્યવસ્થા કરી હતી.

૨૫૦૦૦ લોકોના ઘર સુધી તિરંગા પહોચ્યા. લાખો લોકોએ તિરંગા અંગે ચર્ચા કરી તો સાથે જ સાંસદ સી.આર.પાટીલને પણ એટલી જ ઉત્કટતા અને આદરભાવથી યાદ કર્યા. તિરંગો ભલે એક કાપડ ની સ્થૂળ વસ્તુ હોય પરંતુ એની સાથે દેશની આન, બાન અને શાન જોડાયેલી છે સાથે જ દરેક ભારતીયની એની સાથે લાગણી જોડાયેલી છે. તિરંગા સાથે ભારતીયના લાગણીના સંબંધ છે એટલે આ તિરંગા યાત્રા પાર્ટીના કાર્યકરો કે સંસદીય મત વિસ્તારને ઓળંગીને અનેક લોકોની દિલની સરહદોમાં પ્રવેશી ને એક વિશેષ સ્થાન પામી છે.