મેડિકલ સહાય

03 January , 2017

નવસારી સંસદીય મત વિસ્તારમાં છેલ્લા બે ટર્મથી સતત ભારે બહુમતિ સાથે વિજયી થનાર લોકલાડીલા સાંસદ શ્રી સી.આર. પાટીલ પોતાના મત વિસ્તારના જ નહીં પરંતુ જરૂરીયાતમંદ તમામ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ચિકિત્સકીય સુવિધા માટે હંમેશા ખડેપગે રહે છે. આ માટે તેઓએ અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે અને જે અંતર્ગત સાંસદ સી.આર. પાટીલના કાર્યાલય દ્વારા પ્રતિદિન ત્રણ વ્યક્તિને આવશ્યકતાનુસાર હૃદયની સર્જરી માટે પાંચ - પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે. આ સિવાય અન્ય જરૂરીયાતમંદ દર્દીઓને મેડિકલ સહાયનું વિતરણ કરવા માટે પણ ૨૪ કલાક સાંસદના જનસંપર્ક કાર્યાલયના દરવાજા ખુલ્લા રહે છે.

વધુમાં સાંસદ દ્વારા રાજ્ય સરકારની ગરીબો માટેની મા અમૃતમ યોજના કાર્ડની જાણકારીથી માંડીને આવશ્યક ડોક્યુમેન્ટ્સ અને સલાહ - સૂચન સહિતની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે છે. નવસારી સહિત આસપાસના વિસ્તારના એક પણ નાગરિકને મેડિકલ સુવિધાની અગવડતા ન પડે તે માટે સાંસદ શ્રી સી.આર. પાટીલ દ્વારા નિયમિતપણે વિવિધ સરકારી યોજનાઓની જાણકારી પણ છેવાડાના નાગરિક સુધી પહોચે તેની સવિશેષ કાળજી લેવામાં આવે છે.

સાંસદશ્રીના જન્મદિવસે પ્રતિવર્ષ એમના શુભેચ્છકો વિશાલ રક્તદાન શિબિરનું આયોજન કરે છે. આ શિબિરમાં હજારો બોટલ રક્તની જમા થાય છે. બ્લડબેંક ના માધ્યમથી રક્તની જરૂરિયાતવાળા લોકો સુધી આ રક્તદાન શિબિરના ફળ પહોચી રહ્યા છે.