ઈ – રીક્ષા, દીવ્યાંગોને રાહત જ નહિ રોજગારી પણ

03 January , 2017

રેલવે સ્ટેશન ઉપર વૃદ્ધ, વિકલાંગ, સગર્ભા યા અન્ય પ્રકારના વિકલાંગ નિસહાય લોકોને રેલવે પ્લેટફોર્મ ઉપર અવરજવર કરવાની મુશ્કેલી પડે છે. મુશ્કેલી દૂર કરવા માટેનો વિચાર સાંસદ સી.આર.પાટીલને આવ્યો. ભારતીય માઈક્રો ક્રેડિટ નામની કંપનીના સહયોગથી પ્લેટફોર્મ ઉપર અવરજવર કરવા માટે ઈલેકટ્રીક બેટરીથી ચાલતી પ્રદુષણમુક્ત ઈ-રિક્ષા સુરત, ઉધના, ભેસ્તાન, સચિન, મરોલી, નવસારી, અમલસાડ અને બીલીમોરા રેલ્વે સ્ટેશન ઉપર મુકવામાં આવી છે. આ રીક્ષાનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો વિનામુલ્યે કરે છે.

આ ઈ-રીક્ષાથી દિવ્યાંગ કે વયસ્કોને રાહત તો પહોચી જ છે પરંતુ આ રીક્ષાને ચલાવવા માટે ખાસ દીવ્યાંગોને રોકવામાં આવ્યા છે. આમ કરવાથી આ દીવ્યાંગો માટે રોજગારીના નવા દ્વાર ઉઘડ્યા છે. આ તમામ રીક્ષા માટે સાંસદ સી.આર.પાટીલએ પોતાની સાંસદ તરીકેની ગ્રાન્ટનો જ ઉપયોગ કર્યો છે. ઈ-રીક્ષાની શરૂઆત કરતી વખતે જયારે આને શરુ કરવાના ઉદ્દેશ્ય અંગે પત્રકારોએ પૂછ્યું ત્યારે સાંસદશ્રી સી.આર.પાટીલ કહ્યું હતું, આ કામ અમે વયસ્ક નાગરિકો અને દીવ્યાંગોને મદદ કરવાના હેતુથી જ કરીએ છીએ. રેલ્વે સ્ટેશનના દાદર ચઢવામાં તેમજ પ્લેટફોર્મ સુધી પહોચવામાં અનેક વડીલો અને દીવ્યાંગોને તકલીફ પડતી અમે જોઈ છે. આ ઈ-રીક્ષાથી એમની તકલીફ થોડી ઓછી થશે એવું અમને લાગે છે.